Latest

ઉમરાળા ગામે પી.એમ. સર્વોદય હાઇસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

ઉમરાળા ગ્રામ પંચાયત,તમામ સ્કૂલો અને સમસ્ત ગામ દ્વારા આયોજિત 76મો સ્વાતંત્ર્ય પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો ઉમરાળા પી.એમ સર્વોદય હાઈસ્કૂલના પટાંગણમાં સવારે 9 વાગે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને સાથે ધોરણ 9 માં પ્રથમ આવેલ વિદ્યાર્થિની મકવાણા ખુશીબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ ગામના વરિષ્ઠ નાગરિકો, પાંચેય શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી

ખાસ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા કોલેજ જતી ઉમરાળાની દીકરીઓને કોલેજ ફી ના ચેક અર્પણ કરી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું હતુ

વિદ્યાર્થીઓના વક્તવ્ય અને દેશભક્તિના ગીતથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતુ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતુ આમ આઝાદીના આ અમૃત મહોત્સવને ઉમરાળાના લોકોએ માનભેર ઉજવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *