Latest

31મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલનાર ઉમરાળા Psi ભલગરીયાને DG દ્વારા પ્રશંસાપત્ર અર્પણ

સમગ્ર ગુજરાતમાં ઈ ગૂજકોપની કામગીરીમાં અગ્રેસર ઉમરાળા Psi ભલગરીયાને ડી.જી.વિકાસ સહાય દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા

ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા આ સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે

ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીને સજા આપવાની નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે ગુજરાત પોલીસ અધિકારીઓ-દળના કર્મયોગી ઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે સન્માનિત કરાયા છે જેમાં 31 મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલનાર ઉમરાળા પીએસઆઇ ભલગરીયાને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા છે

પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે ત્યારે ઉમરાળા પીએસઆઇ ભલગરીયાને D G દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કર્યું છે ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા અને ઉમરાળા પોલીસ સ્ટાફની કામગીરીની નોંધ રાજ્યના ડી.જી. વિકાસ સહાય દ્વારા લેવાઈ છે ઉમરાળા પોલીસ સ્ટાફ દ્વારા ચોરીના કુલ-૩૧ મોટર સાઈકલ વાહનો સાથે ચાર ઈસમોને પકડી પાડી ભાવનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના મળી કુલ ૧૮ ગુન્હાઓ શોધી કાઢવાની આપની આ સારી કામગીરી કરવા બદલ આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે આપની આ નિષ્ઠા અને સમર્પણને હું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરીથી અનેક માટે પથદર્શક બનો તેવી શુભેચ્છા ડી.જી.વિકાસ સહાય દ્વારા પાઠવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *