ઉના ના સામજિક આગેવાન અને કોળી સમાજ ના યુવા નેતા રસિક ચાવડા દ્વારા ઉના ની મહેતા હોસ્પિટલ માં ફાયર એન. ઓ.સી.બાબતે રિજિયોનલ ફાયર ઓફિસર રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ભાવનગર રીજીયન પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ,એવરેસ્ટ હોસ્પિટલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી એવમ શ્રી મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ, વડલા ચોક,ઉના તા.ઉના જિલ્લો ગીર સોમનાથમાં ફાયર એન. ઓ.સી. બાબતે અરજી, રોજ કામ અને ફાયર એનઓસી માટે બીડેલ તમામ ડોક્યુમેન્ટ અને રેકર્ડની વિગતો માંગી હતી.
માહિતીમાં રિજિયોનલ ફાયર ઓફિસર ભાવનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી આપવામાં આવી. આ માહિતીમાં ફાયર એન. ઓ.સી. બાબત ના ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. તે ડોક્યુમેન્ટ માં હોસ્પિટલ ના બાંધકામ ની વિગતોમાં માત્રને માત્ર સંસ્થાનું ચેરિટી કમિશનરનું નોંધણીનું પ્રમાણપત્ર છે.
અને જે નવા બિલ્ડિંગમાં ફાયર એનઓસી મેળવેલ છે તે બિલ્ડીંગ નું એક પણ ડોક્યુમેન્ટ જોડેલ નથી. એટલે આ એનઓસી મેળવવા કંઈકને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય એવી આશંકા સેવાય રહી છે.ત્યારે આ ફાયર એનઓસીના તમામ ડોક્યુમેન્ટ્સ ની ફરીથી તપાસ કરવામાં આવે અને હોસ્પિટલ બિલ્ડીંગના તમામ ડોક્યુમેન્ટ ફિટનેસ ના ડોક્યુમેન્ટ્સ ની તપાસ કરવામાં આવે તેવી માંગ શ્રી ચાવડા એ કરી છે.
રસિક ચાવડા એ પત્ર માં જણાવ્યું હતું કે નગરપાલિકામાંથી પણ જાણવા મળ્યા મુજબ નવા બિલ્ડીંગ બાબતે કોઈ મંજૂરી મેળવેલ નથી અને જો નવા બિલ્ડીંગ બાબતે સ્થાનિક સત્તા મંડળે મંજૂરી આપેલ ન હોય તો ફાયર એનઓસી કઈ રીતે મળી શકે તે બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય અને રોજકામ અને સ્થળ તપાસ કરનાર અધિકારી સામે અને સોગંદનામુ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. ફાયર એનઓસી મેળવવા માટે જોડેલ તમામ ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન થાય અને તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જવાબદાર તમામ સંચાલકો, સ્થાનિક ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે. નિયામકશ્રી,રાજય અગ્નિ નિવારણ સેવાઓ, બ્લોક ગાંધીનગર
કમિશ્નરશ્રી,મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશન, ગાંધીનગર,અધીક મુખ્ય સચિવશ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર,ચીફ ઓફીસર વર્ગ ૧,પ્રાદેશીક નગરપાલીકાઓ,ભાવનગર સમક્ષ રસિક ચાવડા દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેતા હોસ્પિટલ હંમેશા વિવાદો માં રહી છે. કાયદા નીતિ નિયમો ના ડર રાખ્યા વગર મહેતા હોસ્પિટલ દ્વારા નગરપાલિકાએ આપેલી જમીનમાં ખાનગી કંપની નું નામકરણ કરી અન્ય રાજકોટ ની નામાંકિત ખાનગી હોસ્પિટલને આપી દીધેલી છે આ ખાનગી હોસ્પિટલ નો ડ્રેસ પણ હોસ્પિટલ ના કર્મચારીઓ પહેરી ફરે છે તેનું નામ પણ હોસ્પિટલ ના બિલ્ડીંગ માં લખી નાખ્યું છે. લોકોની સેવા અને આરોગ્યાના હેતુ સાથે નિર્માણ થયેલ હોસ્પિટલ અત્યારે ખાનગી હોસ્પિટલ કરતા પણ મોંઘી બની છે.
ત્યારે કાયદાનો ડર રાખ્યા વગર મંજૂરી વગર બિલ્ડીંગ ઊભા કરવા અને નીતિ નિયમો નો ઉંલાળીયો કરવા ની માનસિકતા વહીવટદારો ધરાવે છે.તાજેતરમાં આયુષ્યમાન કાર્ડ અને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ માં પણ કોભાડ સામે આવ્યું છે.સરકાર ના પણ રૂપિયા ચાઉં કરવાની માનસિક વાળા લોકો પાસે સેવા ની અપેક્ષા કંઈ રીતે રાખી શકાય. ત્યારે આ હોસ્પિટલ સામે સરકાર શ્રી દ્વારા તેમના ટ્રસ્ટી મંડળ સામે સખત કાર્યવાહી કરવામાં આવે કારણ કે તેના સાથ સહકાર વગર અવડું મોટું કોભાડ શક્ય નથી.આ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ના મુખ્ય ટ્રસ્ટી અને ઉનાના નામાંકિત વેપારી આ હોસ્પિટલ નું સંચાલન કરે છે અને તેની વ્યાપારી માનસિકતા અહીં લોકોને સેવા અને આરોગ્ય ના ઉદ્દેશ્યને ચરિતાર્થ થવા દેતો નથી.અને આ વેપારી સામે ભૂતકાળમાં પણ મૃતક વ્યક્તિના નામે લોન લઈ વાહનો બરોબર કરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.
ત્યારે આ ટ્રસ્ટીની હકાલ પટ્ટી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોક ચર્ચા પણ થઈ રહી છે.અને આ ટ્રસ્ટી ની સહી દ્વારા જે કંઈ પણ વહીવટ થયા છે તેની ચેરિટી કમિશનર દ્વારા પણ તપાસ થાય તેવી લોક માંગ થઈ રહી છે.આ ટ્રસ્ટીઓ ની ઉચ્ચ રાજકીય વગ,ધાર્મિક વગ અને ઉદ્યોગ ગૃહો ની વગ ને કારણે તેમની સામે પગલાં ભરાશે કે પછી ઘી ના ઠામ માં ધી પડી ભીનું સંકેલાઈ જશે.