શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં અંબાજી ખાતે અને આસપાસના માર્ગો પર ઓવર સ્પીડ વાહન ચાલકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે.
આજે સવારે અંબાજી પોલિસ સ્ટેશન પાસે જ એક ટ્રક ચાલકે ખોટી રીતે ઓવર ટેક કરવા જતા કોટેશ્વર પાસેના ગામના બાઇક ચાલકને અડફેટે લીધો હતો જેને ગંભીર હાલતમાં 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અંબાજીના બજારોમાં પણ હાલમાં ઓવર સ્પીડ વાહન ચાલકો ખૂબ રફ વાહનો ચલાવી રહ્યા છે જે કારણે અન્ય વાહન ચાલકોને ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે. અંબાજી પોલીસ કેમ આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરતી નથી.
@@ પોલીસ ડ્રાઇવ હાથ ધરી આવા વાહનો પર પગલા ભરે @@
અંબાજી ગામમાં હાલમાં ઓવર સ્પીડ ટુ વ્હીલર ચાલકો ખોટી રીતે વાહન હંકારી રહ્યા છે તો કેટલાક વાહન ચાલકો પણ ફાસ્ટ વાહન ચલાવી બીજાને નુકશાન થાય તેવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે તો અંબાજી પોલીસ ડ્રાઇવ હાથ ધરી આવા વાહન ચાલકો ના વાહન જપ્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ…અમિત પટેલ અંબાજી