વલ્લભીપુર માં શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી તેમજ માનવ સેવા ગ્રુપ વલ્લભીપુર આયોજિત ભવ્યા તિ ભવ્ય 23 મોં ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે ને માનવસેવા ગ્રુપ દ્વારા લોકોને સુખાકારી માટે 22 નેત્ર નિદાન કેમ્પનું સંપૂર્ણપણે આયોજન કરેલ તેમાં 1500 થી વધારે દર્દી ને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપેલ ત્યારે આજે 23 મોં ફ્રી નેત્ર નિદાન કેમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વલભીપુર તેમજ તાલુકા ની વહાલી જનતાને ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે વિનંતી કરે છે
વલભીપુરમાં એક જ ગ્રુપ માનવસેવા ગ્રુપ જે ખડે પગે અવિરત સેવા કરી રહ્યું છે કોરોના જેવી પરિસ્થિતિ હોય ત્યારે પણ દાતાશ્રી ના સથવારે માનવસેવા ગ્રુપ અવ્વલ કામગીરી કરીને લોકોની સેવામાં 24 બાય 7 ખડે પગે ઉભા રહ્યા છે ત્યારે માનવસેવા ગ્રુપ દ્વારા દર મહિનાની 28 તારીખે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન ભવ્ય કરવામાં આવે છે તમામ લાભાર્થીઓને મોતિયા નું ઓપરેશન ફ્રી કરી આપવામાં આવે છે
નંબર ની તપાસ પણ ફ્રી કરી આપવામાં આવે છે તેમજ રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે લોકોને ઉપયોગી થાય એવા હેતુથી માનવસેવા ગ્રુપના મેમ્બરો સંપૂર્ણ ખંભે થી ખંભો મેળવીને વલભીપુર અને શહેર જનતા તેમજ કોઈ પણ તાલુકા કે જિલ્લા ની જનતા માટે માટે કામ કરી રહ્યા છે ત્યારે તમામ લાભાર્થીઓને તારીખ 28.7. 2022 ને ગુરુવાર ના રોજ઼ વાઘા મહારાજ ની જગ્યા પાટીવાડામાં સવારે 9:00 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કેમ્પ નું આયોજન થશે તેમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે
વિનામૂલ્યે આંખના નંબર ની તપાસ કરી આપવામાં આવશે ને રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવશે પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું છે ચા અને જમવાની મોતિયાના દર્દી માટે વ્યવસ્થા વલભીપુરના અનેક દાતાશ્રીઓ કરી છે ત્યારે આજે 23 માં કેમ્પ ના દાતા બારડ નારણભાઈ માવશંગભાઈ ( ભગતબાપુ મંદિર વાળી શેરી વલ્લભીપુર) તેમના તરફથી મોતિયાના ઓપરેશન માં જનાર દર્દી માટે ચા ને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઈશ્વર ખૂબ આપે દાતાઓ શ્રી ને તેવી માનવસેવા ગ્રુપ મહાદેવને પ્રાર્થના કરે છે હર હર મહાદેવ હર….