Latest

વલ્લભીપુર નગરપાલિકામાં પ્રમુખ બદલાશે?

*વલ્લભીપુરમાં શાશક પક્ષના જ અમુક સભ્યો  પ્રમુખના વિરોધમાં*

વલ્લભીપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી નાના-મોટા વિવાદો ચાલી રહયા છે. ત્યારે હાલ બે દિવસથી પાલિકાના પ્રમુખને ઘર ભેગા કરવાની અમુક શાશક પક્ષના સભ્યો દ્વારા પ્રક્રિયા અથવા -મીટીંગ ચાલી રહી હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે હાલ શાશક પક્ષના અમુક સભ્યો લાંબા સમયથી નાના-મોટા મુદાઓને લઈ પાલિકાનો વહીવટ ડખોળવાના પ્રયત્ન કરી રહયા હોય અને ખોટા વહીવટ બંધ થવાથી આવી પ્રવૃતિ ચાલતી હોય  તેવું પણ પ્રમુખ ગ્રુપમાંથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે આવી પરિસ્થિતિને લઇ દર વખતની જેમ  મોવડી મંડળનું ગમે ત્યારે ભાવનગર અથવા શિહોર તેડું આવે અને ધીના ઠામમાં ઘી પડી જશે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.

તેમજ હાલ જીલ્લા પ્રમુખ પાસે આ વિવાદ બાબતે સમય ન હોય તેવું પણ જાણવા મળી રહયું છે.  જો જીલ્લા પ્રમુખ બે દિવસમાં ઉકેલ નહિ લાવે તો નવા -જૂની થશે તેવું ભાજપાના બને જૂથોના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે બોટાદ વાળી થાય તો પણ નવાય નથી ત્યારે જીલ્લા પ્રમુખનું હબ ગણાતું વલ્લભીપુર પાલિકામાં જો પરિસ્થિતિ ખરાબ થશે તો આબરૂ જશે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહયું છે.

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *