આ યોજના માં વિધવા,નિરાધાર, જરૂરિયાત વાળા લોકો ને અન્યાય :અમુક વ્યક્તિઓ સાથે સેટિંગ કરો તો મકાન મંજુર થાય !!!!!!નગરપાલિકા સામાન્ય સભા માં આ બાબતે વિરોધ પક્ષ ના નગરસેવક નો ભારે વિરોધ :
વલ્લભીપુર શહેર માં નગરપાલિકા હદ વિસ્તાર માં લાંબા સમય થી સરકાર શ્રી ની પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી હોય જેમાં અમુક રાજકીય વગ ધરાવતા અને સેટિંગ બાજો ,લાગવગ ધરાવતા ના મકાનો મંજુર થાય અને સાચા અને યોગ્ય લોકો ને લાભ મળતો ન હોય અને આ યોજના માં ખુબ મોટા પાયે ભષ્ટ્રાચાર થતો હોય તેવી રાવ ઉઠવા પામી છે.
ત્યારે આ બાબતે વલ્લભીપુર ના જાગૃત યુવાન સરવૈયા વનરાજભાઈ ધ્વારા નગરપાલિકા ના ચીફ ઓફિસર ને લેખિત માં રજૂઆત કરેલ હોય જેમાં જણાવ્યા મુજબ આ યોજના માં વિધવા ,નિરાધાર ,જરૂરિયાત ધરાવતા લોકો ને અન્યાય થાય છે અને એક એજન્સી ના વ્યક્તિ તરીકે કામ કરતા જાજા લોકો પાસે થી ડોક્યુમેન્ટ લીધા કરે છે અને સાચા-ખોટા મંજુર થશે કે કેમ તેના વાયદા કરતા હોય અને જેનું સેટિંગ થયું તેનું આવાસ પાસ થયું આવો ખુલો ભષ્ટ્રાચાર થતો હોય જેની યોગ્ય તપાસ કરવી અને વિધવા ,નિરાધાર,જરૂરિયાત ધરવતા લોકો ને આ યોજના નો લાભ મળે તેવું યોગ્ય કરવા અરજ કરેલ હતી.
વલ્લભીપુર નગરપાલિકા હદ વિસ્તાર માં આ કામગીરી ચાલતી હોય જેનું જવાબદાર તંત્ર પાલિકા ના અધિકારીઓ -પદાધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહયા હોય .શું જવાબદાર તંત્ર ના અધિકારી – પદાધિકારીઓ ની મિલીભગત હશે કે શું?? લેખિત ફરિયાદ ની તપાસ થશે કે શું ??? જરૂરિયાત ધરાવતા લોકો ને ન્યાય મળશે કે કેમ ??? આવાસ બનાવવા માટે સેટિંગ બંધ થશે કે કેમ ??? આવા અનેક પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહયા છે.
તેમજ આજ રોજ તા:૧૪-૦૭-૨૦૨૨ ના રોજ નગરપાલિકા સામાન્ય સભા નું આયોજન કરેલ હતું જેમાં આ આવાસ યોજના મુદે વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ કરેલ હતો જેમાં આ યોજના માં સાચા અને જરૂરિયાત વાળા લોકો ને અન્યાય થતો હોય તો એમને ન્યાય મળે તેવી રજૂઆત કરેલ અને હાલ થઇ રહેલ વહીવટ ની રાવ ઉઠવા પામી હોય જેની જવાબદાર તંત્ર એ તપાસ કરવી જોઈએ તેવી પણ વિરોધ પક્ષે માંગ કરેલ હતી.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર