શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે,ત્યારે અંબાજીમાં રક્ષાબંધનનો પર્વ હોઈ મોટી સંખ્યામાં માઈ ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા તો બીજી તરફ આદિવાસી સમાજ પણ આજે બળેવ પર્વને લઈને બજારમાં મેળાની મજા માણવા આવ્યો હતો.
તાજેતરમાં વન વિભાગ તરફથી બેડા પાણી ખેર ફળી ગામે જે 19 મકાનો પાડવામાં આવ્યા હતા તેમની આર્થિક સ્થિતિ નબળી હોઈ તેમના ઘરે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે 30 તારીખના રોજ રક્ષાબંધન પર્વ પણ ઉજવવામાં આવ્યો હતો.અંબાજી નજીક બેડા પાણી ફોરેસ્ટ વિભાગ તરફથી મકાન પાડવામાં આવ્યા. દાંતા અને સાબરકાંઠા તમામ આદિવાસી સરપંચ ડેલિકેટો સમાજના આગેવાનો આદિવાસી વકીલ શ્રીઓ 19 મકાન પાડ્યા એ કુટુંબ સાથે ત્યાં રક્ષાબંધન ઉજવી
અંબાજી પ્રહલાદ પૂજારી