જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર જિલ્લાના લાલપુર ખાતે રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરીકોના આરોગ્ય માટે સુવિધા સજ્જ પેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને ભારત સરકારના “સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ” માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે “જન સુવિધાના નિરંતર વ્યાપ”ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “સમર્પિત સેવાસૂત્ર” નિત્ય સાર્થક કરવાનો સંસદસભ્ય શ્રીપૂનમબેન માડમે દ્રઢ પુનરોચ્ચાર કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજમાર્ગ- પરીવહન કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરામાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત અને સણોસરા ગામે સાંસદની ગ્રાંટમાંથી નવનિર્મિત કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત આગેવાનો, હોદેદારો, વડીલો, ગ્રામજનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંસદસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ તકે ગ્રામજનોને વિશેષ સુવિધાઓ અંગે અભિનંદન પાઠવી સાંસદ પૂનમબેન માડમે ગ્રામ્ય વિકાસ અંગેની સરકારની કટીબદ્ધતા અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, માજી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, મહામંત્રી ભાજપ દિલીપભાઇ ભોજાણી, વિનુભાઈ વડોદરિયા, ખીમજીભાઈ ધોળકિયા અને ગોમતીબેન ચાવડા, જેસાભાઈ નંદાણીયા ઉપપ્રમુખ તાલુકા પંચાયત, જયેશભાઈ તેરૈયા-સરપંચ લાલપુર, રમેશભાઈ ગાગીયા-પ્રમુખ તાલુકા ભાજપ, કાનાભાઈ આંબલીયા-માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમો પુર્વે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલાના ભોગ બનેલા હતભાગી સર્વે મૃતકોના આત્માની શાંતિ માટે મૌન પાળી સૌના આત્માની સદગતિની પ્રાર્થના કરવામાં આવી હતી.