Latest

વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા સુરતના ગોડાદરા અને લિંબાયત વિસ્તારના નિરીક્ષણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના દિવસે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લિંબાયત વિસ્તારની અંદર છેલ્લા બે ચાર દિવસથી તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ જાતની કસર ન રહી જાય તેના માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીલગીરી ગ્રાઉન્ડ ઉપર પહોંચવા માટેની તૈયારીઓમાં વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આજે સવારે વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટર ગોડાદરા વિસ્તારના મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડ ઉપર હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્યો હતું.

હેલીપેડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હેલીપેડ ની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.ત્યારે વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે. વિશેષ કરીને રોડ શો કરવો કે કેમ તે અંગે મૂંઝવણ હતી પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે હેલીપેડ થી લિંબાયત જાહેર સભા સ્થળ સુધી બે કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવામાં આવશે. આ રોડ શો માટે લોકો કેવી રીતે થશે તે માટેની પણ જવાબદારી ભાજપ સંગઠન દ્વારા વોર્ડ પ્રમાણે સોંપી દેવામાં આવી છે.

29 સપ્ટેમ્બર ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર થી સુરત આવી રહ્યા છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે

લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાની મહર્ષિ આસ્તિક સ્કૂલમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે.

આજે સવારે વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટર ગોડાદરા વિસ્તારના નિરીક્ષણ કરવામાં આવ્યું.

મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડ ઉપર હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્યો હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *