“બેટી બચવો બેટી પઢાવો” સૂત્રને સર્થેક કરતા પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામે શ્રી રવિ પ્રગતિ મંડળ જીતપુર ચાર રસ્તા દ્વારા આયોજિત ૧૧૭માં લોકાર્પણ અર્પણ સમારોહ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વેકરી ગામે ગ્રામ્ય વિસ્તારની આદિવાસી દીકરીઓને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય એવા ઉમદાહેતુ થી ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને આહીર સમાજના ઉદાર દિલ દાતા હુંબલ રઘુભાઈ ડાયાભાઈ આહીર ના આર્થિક સહયોગ થી ” માતૃશ્રી દુધીબા ડાયાભાઈ હુંબલ ( આહીર ) કન્યા છાત્રાલય “નામ કરણ આપી નૂતન ભવનનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ
આદિવાસી કન્યા છાત્રાલય નૂતન ભુવનના લોકાર્પણ પ્રસંગે સામાજિક રાજકીય ક્ષેત્રેના આગેવાનો પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ આહીર,આહીર સમાજ અગ્રણી હરીભાઈ નકુમ સુરત,પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ, વલ્લભભાઈ શેટા અમૃત જેમ્સ સુરત,ભરતભાઈ સોજીત્રા,સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રે વિવિધ આગેવાનો અને અગ્રણીની હાજરીમાં માતૃશ્રી દુધીબા ડાયાભાઈ હુંબલ આહીર કન્યા છાત્રાલય નૂતન ભુવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સુરત સ્થિત કેશુભાઈ ગોટી અને કર્મયોગી સેવા પરિવાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૩૦૯ શેક્ષણીક છાત્રાલય બનાવવાની નેમ ધારણ કરેલ કર્મયોગી પરિવારના સભ્ય અને પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ (આહીર) દ્વારા જણાવાયું કે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ દાતાઓના આર્થિક સહયોગથી ૧૧૭ છાત્રાલય બનાવીને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા છે હજુ પણ ૧૯૨ છાત્રાલય નિર્માણ થઈ રહિયા છે અને ઝડપથી તૈયાર કરી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે
રીપોર્ટ નિલેષ ઢીલા