Latest

વેરાવળ ખાતે આપ નેતા પ્રવિણ રામની આગેવાનીમાં આશાબહેનોએ રક્ષાબંધન નિમિત્તે મુખ્યમંત્રીને મોટાભાઈ માની મોકલી રાખડી

રાખડીના બદલામાં આશાબહેનોએ મોટાભાઈ પાસે ભેટસ્વરૂપે માંગ્યું લઘુતમવેતન

આપનેતાં પ્રવીણ રામે આશાબહેનોની માંગણી માટે કર્યો નવતર પ્રયોગ

તમામ આશાબહેનોએ આપ નેતા પ્રવિણ રામને પણ રાખડી બાંધી

પ્રવીણ રામની આગેવાનીમાં આશાબહેનો માટે રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની કરાઈ જાહેરાત

રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન આશા અને ફેસીલીટર બહેનોના પ્રશ્નો ઉઠાવશે :- પ્રવીણ રામ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આપનેતા અને સફળ આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં આશા બહેનો અને આશા ફેસીલીટર બહેનોની મીટીંગ થઈ હતી , આ મિટિંગમાં હાજર તમામ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી મોકલી લઘુતમવેતનની માંગ કરી , તેમજ તમામ આશાબહેનોએ આપનેતા પ્રવીણ રામને પણ રાખડી બાંધી અને ત્યારબાદ પ્રવીણ રામે આશા બહેનો માટે રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન નામના સંગઠન બનાવવાની જાહેરાત કરી , આ યુનિયન આશા બહેનો અને આશા ફેસીલીટરના પ્રશ્નો ઉઠાવશે તેમજ એમના બધા પદાધિકારીઓ આશાબહેનો જ હશે એવી જાહેરાત પણ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી

રાજ્યના મુખ્યમંત્રીને રાખડીઓ સાથે એક લાગણીસભર લેટર પણ મોકલવામાં આવ્યો જે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે હાલમાં રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર આવી રહ્યો છે ત્યારે દરેક બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને ભાઈ ખુશીથી પોતાની બહેનને કઈક ને કઈક ભેટ સોગાદો આપતા હોય છે, આ આપણી સંસ્કૃતિ છે

આ રક્ષાબંધનના ત્યોહારમાં અમે બધી આશાબહેનો અને આશા ફેસિલિટર બહેનો આપને મોટાભાઈ માની રાખડી મોકલી રહ્યા છે, આમ તો ભાઈ બહેનનો સંબધ અને રાખડીનો સબંધ નિસ્વાર્થ વાળો જ હોય છે પરંતુ બહેનને કઈક દુઃખ હોય અથવા વેદના હોય તો એ નીસંકોષપણે પોતાના ભાઈને જણાવી શકે છે, ત્યારે રાખડી મોકલીને આપને અમારા મોટાભાઈ માની જ લીધા છે ત્યારે હવે અમારું અમુક દુઃખ મોટાભાઈ તરીકે આપને જણાવવા માગીએ છીએ કે અમને અમારા કામ પ્રમાણે વેતન મળતું નથી, ઘણા બધા કામો અમારી પાસે વેતન વિના કરાવી લેવામાં આવે છે , અમને કોઈ કર્મચારી ગણતું નથી,અમે બધી બહેનો ખુબ દુખી છીએ ત્યારે અમારા મોટાભાઈ તરીકે આપશ્રી આપની બહેનોને લઘુતમ વેતન આપી તેમજ અમને કાયમી કર્મચારી બનાવી રક્ષાબંધનની ભેટ આપો એવી અમારી આપની પાસેથી અપેક્ષા છે, અમને ખબર છે કે અમારા મોટાભાઈ ખુબ મૃદુ અને મક્કમ છે ત્યારે તેમની બહેનોની વેદના સમજીને રક્ષાબંધનની ખુશીભેટ સ્વરૂપે લઘુતમ વેતન આપશે એવો તમારી બધી બહેનોને તમારા ઉપર વિશ્વાસ છે

 ઉપરની તમામ લાગણીસભર વાતો રાખડી સાથે લેટરસ્વરૂપે મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવી ત્યારે જોવાનું એ રહ્યું કે આ તમામ લાગણીસભર વાતોની મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ઉપર અસર પડે છે કે નહિ ?? આ તકે આપનેતા પ્રવિણ રામે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના મુખ્યમંત્રી આશાબહેનો અને આશા ફેસિલીટર બહેનોને લઘુતમ વેતન આપી તેમજ કાયમી કર્મચારી બનાવી મોટાભાઈ તરીકેની ભૂમિકા ચોક્કસથી ભજવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *