bhavnagar

જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે યોજાયેલ ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક અને મુખ્યમંત્રી ચંદ્રક વિતરણ કાર્યક્રમ

આજરોજ 15 ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે મ . કૃ યુનિવર્સિટીના પૂર્વ ઇ.સી. સભ્ય , પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાવનગર જિલ્લા હોમગાર્ડના કાયદાકીય સલાહકર્શ્રી ડૉ.શિશિર ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આજના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ દળમાં નોંધપાત્ર સિધ્ધિને સમર્પણ, સખત પરિશ્રમ અને નિષ્કામ સેવાની ફરજની નિષ્ઠા થકી હોમગાર્ડ દળને સન્માન અપાવતા ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયાને અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી ચંદ્રક સન્માન પત્ર તેમજ કંપની કમાન્ડર શ્રીકિરીટ જોશીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માન પત્ર તેમજ શ્રી પી એન ચૌહાણને જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી ચંદ્રક અને સન્માન પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર યુનિટના મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *