કાર્યક્રમ દરમિયાન ૨૭૦ લોકોને ઓ.પી.ડી. સેવાઓનો લાભ પ્રાપ્ત થયો
આણંદ, શુક્રવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સરકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના માનવીનો સર્વગ્રાહી વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે તા. ૧૫ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજ્યના વિવિધ ભાગોમાં કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રારૂપી જનઆંદોલન અંતર્ગત આણંદના જિલ્લાના તારાપુર તાલુકા કુમાર શાળા ખાતે સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અંતર્ગત શાળાના પટાંગણમાં સરકારની યોજનાઓની માહિતી અને સેવાઓ ગ્રામજનો સરળતાથી મેળવી શકે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેની ગ્રામજનો દ્વારા મુલાકાત તથા લાભ લેવામાં આવ્યો હતો.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન શાળાના પટાંગણમાં તારાપુર આરોગ્ય વિભાગના સહકાર અને માર્ગદર્શન હેઠળ બુધેજ પી.એચ.સી. દ્વારા આરોગ્ય કેમ્પમાં કુલ ૨૭૦ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો. તેમજ ૧૨૪ લોકોએ બ્લડપ્રેશર, ૧૧૨ લોકોએ ડાયાબીટીઝ અને ૧૧૨ લોકોએ ટી.બી.નું નિદાન કરાવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૫ આરોગ્યકર્મીઓએ લોકોને માર્ગદર્શન અને માહિતી આપી આરોગ્ય સેવા પ્રદાન કરી હતી.
રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોને સંલગ્ન સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લોકો સુધી સરળતાથી પહોંચાડવા વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવી રહ્યાં છે. આ સ્ટોલ્સ અને કેમ્પના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોના અને છેવાડાના માનવી સુધી અનેકવિધ સરકારની યોજનાકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ