શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
આપણા દેશમાં અને વિશ્વ મા અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી અંબાજી ખાતે આવેલા બીઆરસી ભવન ખાતે કરવામા આવી હતી. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં વિકલાંગ લોકો આવ્યા હતા અને વિકલાંગ લોકો ને સરકાર તરફથી મળતી સહાય લાભોની પણ માહિતી આપવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પણ જોડાયા હતા. વિકલાંગ લોકો દૂર દૂરથી આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આજના કાર્યક્રમમાં વાંચન લેખન, ચિત્રકાર્ય, ઇન્ડોર આઉટડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાલનપુરની સમાજ – સુરક્ષા કચેરી દ્વારા બાળકો અને વાલીઓને સહાય ની માહિતી પણ આપવામાં આવી હતી. બાળકોનું સમાજમાં સ્વીકાર કરવામાં આવે અને પુનઃવસન થઈ શકે તે વિષે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ.
પ્રહલાદ પુજારી અંબાજી