શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ તરીકે ઓળખાય છે. અં
બાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે વહેલી સવારે ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકો યોગ દિવસ નિમિતે યોગ કર્યાં હતા.
વિવિધ શાળાના બાળકો, સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગ દિવસ નિમિતે અલગ અલગ યોગ અને આસનો કર્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી