સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના ધર્મપત્ની શ્રીમતી સંધ્યાબેન ગહેલૌત તથા નાયબ પોલીસ કમિશનર ભકિતબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનું અયાોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા.૧૩/૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સુરત પોલીસ મુખ્ય મથક, કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ થશે. અમી હેન્ડીક્રાફટ પ્રોડયુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા ૩૦ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે.
વિશેષ તાલીમ બાદ તેમને સર્ટીફીકેટ આપી તેમની વિવિધ વસ્તુઓની પ્રોડકટના ડેવલોપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે. અમી હેન્ડીક્રાફટના શ્રીમતી ભાવનાબેન દેસાઈ અને આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર ડિઝાઈન પ્રોડકટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પુર્વ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા જણાવાયું છે.