પાટણ. એઆર. એબીએનએસ : પહેલગામ હુમલામાં જે 27 સિંદૂરો આંતકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 27 સિંદૂરો ઉજડ્યા જેનો બદલો લેવા માટે ભારતની નારી શક્તિ એવી આ દેશની દીકરીઓએ લેફ્ટનન્ટ કર્નલ યોમિકાસિંહ તથા સોફિયા કુરેશી દ્વારા ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું અને વિરોધીઓના ઘરમાં જઈ આંતકવાદીઓનો સફાયો કર્યો છે.ત્યારે ભારતની આ બંને મહાન દીકરીઓને અને ભારતની આર્મી અને વર્તમાન સરકાર ના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા રાધનપુરની નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાધનપુરના શિશુ મંદિર થી રામજી મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંનારી શક્તિ એ વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.
ત્યારે આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ, શિશુ મંદિર, ભાજપા સદસ્યો સહીત નારી શક્તિ દ્વારા રેલી યોજાઈ હતી.ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે, સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ગાયત્રી પરિવાર સહીત પાલિકા પ્રમુખ ભાવના બેન જોશી અને બ્રહ્માકુમારીઝ અને તમામ સંસ્થા નારી શક્તિ જોડાઈ હતી.
રાધનપુર શહેરમાં નારી શક્તિ તિરંગા યાત્રાએ ભારતીય સેનાને સન્માન આપ્યું હતું પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર વિજયની આન બાન શાન સાથે રાધનપુર માં ઉજવણી કરાઈ હતી.તિરંગા યાત્રા રાધનપુર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ જેમાં પાલિકા પ્રમુખ સહીત બ્રહ્માકુમારીઝ અને મોટી સંખ્યા માં મહિલાઓ નારી શક્તિ જોડાઈ હતી.