દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે આંતરરાષ્ટ્રીય દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય: ખંભાળિયા ખાતે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો દિવસની ઉજવણી વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવાયું હતું કે, આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ એટલે યોગ. યોગએ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. દરેક રોગની સમસ્યાઓનું સમાધાન પણ
યોગ છે. યોગને વિશ્વ ફલક પર અંકિત કરવા તેમજ યોગનો લાભ વિશ્વના દરેક નાગરિકોને પ્રાપ્ત થાય તેવા માનવીય અભિગમ સાથે દીર્ઘ દૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સયુંકત રાષ્ટ્રની મહાસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સયુંકત રાષ્ટ્રની મહાસભા દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસ્તાવ સ્વીકાર કરી વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.
વધુમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, યોગએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતાથી જીવનની સુખાકારી વધારવાનું કાર્ય કરે છે. યોગથી પ્રેરણા મળે છે. યોગએ આપણી વિરાસત છે જે વિરાસત અને વિકાસને જોડે છે. આજના તણાવયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા યોગએ ઉત્તમ માધ્યમ બન્યું છે.
સ્વયં અને સમાજને સ્વસ્થ રાખવા માટે યોગ ખૂબ ફાયદાકારક છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પણ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. ઉપરાંત રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂન, ૨૦૧૯ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’’ ની સ્થાપના કરવામાં આવી હતી.
વધુમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ફકત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થકી દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર યોગ કેમ્પ, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી વગેરે કાર્યક્રમો કરી છેવાડાના માનવી સુધી યોગની જાગૃતતા કેળવવામાં મદદરૂપ થઇ રહી છે.
૧૦મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.
આ તકે કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેષ જોટાણીયા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી પી.એસ.જાડેજા, રેખાબેન ખેતિયા, અધિકારીઓ, કર્મચારીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ સહિતના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.