તુવેરનો પાક નિષફળ જતા ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે શું છે ખેડૂતોની ચિંતા જોઈએ આ ખાસ રિપોર્ટમાં…
આ છે ધારી તાલુકાનું ગોવિંદપુર આ ગામની વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે… જે ખેતીકામ અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ગોવિંદપુરના આ સુખપુર રોડ પર આવેલા ઘણા ખેડૂતો દ્વારા સારા વળતરની આશાએ તુવેર નું વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે નિધિ કંપનીનું 711 નંબરનું બિયારણ હતું. પરંતુ આ બિયારણ વાવ્યા બાદ તુવેર નો કોઈ પણ પ્રકારનો ફાલ છોડવામાં આવેલ ન હતો.
જ્યારે આ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા હતા મોંઘા ભાવનું બિયારણ મજુરી ખાતર તેમજ ખેતરની સાર સંભાર રાખવામાં દિવસ રાત એક કરીને મહેનત કરી અને જ્યારે તુવેરના પાક લેવાની મોસમ આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદુ જોવા મળ્યું માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં આ જોઈને ખેડૂતો ચિંતિત થયા છે
ગોવિંદપુરના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે કંપનીના મેનેજર ને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી. ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંય ને ક્યાંય જમીનનો પ્રશ્ન હોઈ શકે દવા કે બીજી કોઈ વસ્તુનો છટકાવ કર્યો હોય તેમના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો હતો.
ખેડૂતોની તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ખેતી નિયામક ની કચેરી ધારી ખાતે જઈને રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવ્યો નથી અને એ બિયારણના મેનેજર દ્વારા પણ અમોને સંતોષ કર્ક જવાબ મળ્યો નથી
ગોવિંદપુર ના ખેડૂતોનો તુવેર નો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે…જે સીઝન એમને સારું વળતરની મલશેની આશાઓ હતી એ તમામ સીઝનમાં તુવેર નો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો ચિંતિત બન્યા છે
આજે મોંઘુ બિયારણ મજુરી તેમજ ખેતી કરવી ખરેખર અધરી હોય એવા સમયે ખેડૂતોને મોંઘાભાવના બિયારણની ખરીદી કરીને એ બિયારણના વાંકે ખેડૂતોને ભારે નુકશાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે નિધિ 711 નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે એ સમય બતાવશે
રિપોર્ટર ટિનુભાઈ લલિયા ધારી