ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ઈકોઝોનનો કાયદો આવનારા સમયમાં લોકો માટે ખતરારૂપ :- પ્રવીણ રામ
આપ નેતા પ્રવિણ રામે ઇકોઝોનના કાયદાને કાળો કાયદો ગણાવ્યો
ઇકોઝોનનાં કાયદાને કારણે લોકોની મિલકતો અને જમીનોના ભાવ ઘટવાની સંભાવનાં લોકો માટે ખતરારૂપ :- પ્રવીણ રામ
આપ નેતા પ્રવિણ રામે ઇકોઝોન માટે ખૂબ લાંબી લડત ચલાવી હતી
હાલ જે ગેજેટ બહાર આવ્યું એમાં ટોટલ 96 ગામના પ્રભાવિત લોકોને કોઈ પણ જાતનો ફાયદો થતો હોય એવું દેખાઈ આવતું નથી :- પ્રવીણ રામ
લોકોની માંગણી હતી કે 500 મીટર અથવા 1 કિલોમીટર સુધીનો જ ઈકોઝોન લાગુ કરવામાં આવે પરંતુ આ ગેજેટમા 2,78 થી 9,50 કિલોમીટર સુધીઓ ઇકોઝોન બતાવવામાં આવ્યો છે :- પ્રવીણ રામ
તો આમાં સંતોષકારક નિરાકરણ થયું એવું કંઈ રીતે માનવું :- પ્રવીણ રામ
આ કાયદાના ઓથ હેઠળ નાના લોકોના હોમ સ્ટે બંધ કરી મોટા રોકાણકારો અને નેતાઓ લાભ લેવા માંગે છે :- પ્રવીણ રામ
હજુ ઘણા મોટા નેતાઓની હોટલો , ખાણો, ભરડીયાઓ અંક્ષાશ અને રેક્ષાશના જાદુમાં બહાર નીકળી જશે એવા ઉદાહરણો પણ જોવા મળશે, જે આવનારા સમયમાં હું જાહેર કરીશ :- પ્રવીણ રામ
રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી