રિપોર્ટર જયરાજ ડવ ગઢડા
10% અનામત પણ રદ કરી જે ૨૭% કરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ગઢડા(સ્વામીના) મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી વર્ગને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા બાબત સહિત વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન લેખિતમાં આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી કે રાજ્યની કુલ વસ્તીના ૫૨% કરતા વધારે વસતી ઓબીસી સમાજની છે. ઓબીસીમાં સમાવિષ્ટ ૧૪૬ કરતા પણ વધુ જાતિના લોકો માટે દેશના તમામ નાગરિકો માટે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયનો દરજ્જો સમાનતા ની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે.
સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટણી માં સામાજિક અને પછાત વર્ગના ઓબીસીના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦ % અનામતનો લાભ આપવામાં આવેલ હતો. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ( ઓબીસી ) ના લોકો માટે માંડલ કમિશનરે ૨૦ % જગ્યા અનામત રાખવા સૂચવેલ હોવાથી ગ્રામ્યની ચૂંટણીમાં ૧૦ % અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી.