સદગત ની અંતિમયાત્રામાં શહેર ના તમામ રાજકીય પક્ષો ભાજપ -કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો ના નેતાઓ ડૉક્ટરો વકીલો સહિત ના બુધ્ધિ જીવી તેમજ સામાજિક લોકો જોડાયા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધંધા રોજગાર ની સાથે સેવાની સુવાસ ફેલાવેલ માલપુર તાલુકા ના મૂળ વતન જેસવાડી ગામના વતની અને મોડાસાને કર્મભૂમિ સાથે સેવાઓ ની સદાબહાર કોઇપણ ધર્મ જ્ઞાતિ ના સંપ્રદાય ધાર્મિક સામાજિક ક્ષેત્રે તમામ લોકો ને શંકરભાઇ જેઠાભાઇ પટેલ પરિવાર અનેક પ્રકારના સેવાઓ કરતા હતા
જેઓ સબ ટ્રેઝરી ઑફિસરથી નિવૃત થઈ મોડાસા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમના મોટા પુત્ર કમલેશભાઈ કે જેઓ મોડાસા શહેર ની અનેક સામાજિક અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે પૂર્વ ચેરમેન મોડાસા નાગરિક બેન્ક , પૂર્વ કારોબારી અધ્યક્ષ નગર પાલિકા મોડાસા તેમજ અરવલ્લી જિલ્લા બિલ્ડર એસોસિશન ના પ્રમુખ, બેહરા મૂંગા શાળાના ઉપ પ્રમુખ , શંકરભાઇ ના નાના પુત્ર તારકભાઇ પૂર્વ કારોબારી અધ્યક્ષ નગર પાલિકા મોડાસા કન્વીનર ગુજરાત બૂક્સ અને સ્ટેશનરી મેન્યુફેક્ચર એસોસીએસન ગુજરાત સાબરકાંઠા અરવલ્લી તથા મોડાસા બૂક્સ અને સ્ટેશનરી એસોસીએસન ના પ્રમુખ અને હાલ મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી આવા પરિવાર ના પરિવારજન સ્વ મુકેશભાઈ કે જેઓ બિલ્ડર તેમજ ઇલેક્ટ્રિક ના વ્યવસાય સાથે જોડાયેલા હતા
સાંઈ મંદિર ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક સ્થળો ઉપર હંમેશા આગળ રહેતા સેવાભાવી અને કોઈપણ કામગીરી માં અગ્રેસર રહી અવિરતપણે સેવાઓ પુરી પાડતા 51 વર્ષીય આશાસ્પદ મુકેશભાઈ પટેલ નું ટૂંકી માંદગી બાદ તા 02|010|22 રવિવારના દિવસે દુખદ અવસાન થતા મોટી સઁખ્યામા મોડાસા -માલપુર શહેર વાસીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા પરિવાર સાથે સમગ્ર જિલ્લા શહેર વાસીઓએ અત્યંત દુઃખ અનુભવ્યું
નવરાત્રી ના મહાપર્વ માં સમગ્ર મોડાસા તેમજ માલપુર તાલુકામાં દુઃખદ સમાચાર ની જાણ થતાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું સ્વ મુકેશભાઈ પટેલ ની શોકસભા તા 08|10|2022 ના રોજ મોડાસા ના ઓધારી મન્દિર ખાતે રાખવામાં આવેલ છે