વેરાવળ – પાટણ શહેર ની પાસે આવેલ ડારી ટોલનાકા પર આજુબાજુ ના વીસ કિલોમીટર ની ત્રીજીયા ની અંદર માં આવતા ખાનગી તેમજ વ્યાપારિક વાહનો ને ફાસ્ટેગ માં માફી અથવા સ્પેશિયલ સર્વિસ રોડ ફાળવવા ની માંગણી ને લઈ, વેરાવળ શહેર ના સામાજીક કાર્યકર જગમલભાઈ વાળા ટોલનાકા પાસે ઉપવાસ ઉપર બેસી આંદોલન કરી રહ્યા છે.
આ માંગણી ન્યાયિક અને વ્યાજબી છે. તેમજ આ વ્યક્તિગત લાભ માટે નહીં, પણ સાર્વજનિક મુદ્દો છે. જે આજુબાજુના વિસ્તાર ને લાગુ પડતો છે.
જેથી, વેરાવળ – પાટણ શહેર ના પ્રશ્નો માટે શ્રી, સોમનાથ શોપીંગ સેન્ટર – પ્રભાસ પાટણ ના પ્રમુખ અને કારોબારી અને સભ્યોએ જગમલભાઈ ની ઉપવાસી છાવણી ની મુલાકાત લીધી હતી.સોમનાથ શોપીંગ સેન્ટર ના પ્રમુખ રાજુ કાનાબાર, ઉપપ્રમુખ અશોકભાઈ બસોતાણી, જેરામભાઈ પંડીત, નારણભાઈ વાસણ, અજિતભાઈ ટાંક, ભાવિનભાઈ ચાવડા અને ટીમ એ રૂબરૂ જઈ, તેમને સમર્થન આપ્યું હતું.અને શહેર ના પ્રશ્નો અને સાચી વાત માટે સોમનાથ શોપીંગ સેન્ટર હંમેશા સાથ અને સહકાર આપશે. તેવી ખાતરી આપી હતી.
રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ