LatestOther

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીએ હરિત ક્રાંતિના પ્રણેતા ડો. સ્વામિનાથનને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

મંત્રી રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું.

એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. તેમના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

મંત્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલ ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે ૪૬ રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામક, બાગાયત નિયામક સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 646

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *