Latest

પાલિતાણા થી પાટણ જતી એસ.ટી બસના કંડકટર અને ડ્રાઇવરની સંવેદનશીલતા

અમદાવાદ ખાતે લેપટોપ અને મોબાઈલ સાથેની બેગ ભૂલી ગયેલા મુસાફરને રૂ. ૯૦ હજારનો સરસામાન પરત સોંપી ઈમાનદારી દાખવી

પાલિતાણા થી પાટણ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની અને સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અમદાવાદ નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તા.૧/૧૦/૨૦૨૩ ના રોજ પાલિતાણા થી પાટણ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા જીમીત પારેખ અમદાવાદ નહેરુ નગર સ્ટોપ ખાતે પોતાની બેગમાં લેપટોપ તથા મોબાઇલ ફોન સહિતની રુપિયા ૯૦ હજાર ની કિંમતના સરસમાન સાથેની બેગ બસમા ભુલી ઉતરી ગયેલ હતા.

જે બેગ આ બસ માં ફરજ બજાવતા પાલિતાણા ડેપોના કન્ડક્ટર શ્રી પ્રતિકભાઈ વાઘેલા અને ડ્રાઇવરશ્રી અશોકભાઈ પરમાર એ ત્વરિતતા દાખવીને એમની સાથે એ સ્ટોપ પર ઉતરેલા મુસાફરનો સંપર્ક કરતાં જીમીત પારેખ ને સાથે વાત કરીને બેગ સર સામાન સાથે ગીતા મંદિર બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની રુબરુમાં મૂળ માલિકને પરત સોંપીને ફરજ દરમ્યાન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.

એમણે કરેલી આ ઉમદા કામગીરી માટે તેઓને મુસાફર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *