bhavnagarBreaking NewsGujaratOther

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી.

આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોશ્રીને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરવાની શક્યતા ઉભી થાય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વરસાદી પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં લેવા માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં રિજિયોનલ કમિશ્નર શ્રી ડી.એમ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજાવર, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટરશ્રી ડી.એન. સત્તાણી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *