સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી.પાયલટ ટ્રેનિંગ સ્કૂલની મુલાકાત લઈને જાણકારી મેળવતા સાંસદશ્રી તેમજ જિલ્લા કલેકટરશ્રી.
ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં ભાવનગરમાં એરપોર્ટના વિસ્તરીકરણ તેમજ ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.ભાવનગર એરપોર્ટથી ચાલનારા રૂટ અને ભવિષ્યમાં ક્યાં રૂટની જરૂરીયાત છે એ અંગે ચર્ચાઓ કરી હતી.
આ બેઠક બાદ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ તેમજ જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા એ શરૂ થનાર પાયલટ ટ્રેનિંગ સ્કૂલની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ,નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.વી.ડામોર,ટ્રાફિક કન્ટ્રોલર પ્રભારીશ્રી મનીષકુમાર અગ્રવાલ,એરપોર્ટ સુરક્ષા પ્રભારી શ્રી એમ.કે.ઝા,એરપોર્ટ પ્રબંધક શ્રીમતિ વંદના માવડિયા સમિતિના અન્ય સભ્યો શ્રી દિલીપભાઈ કામાણી,શ્રી ગીરીશભાઇ,શ્રી આનંદ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
















