bhavnagarBreaking NewsOther

ભાવનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલની બદલી થતાં વિદાય સમારંભ અને નવા ઇન્ચાર્જ માહિતી નિયામકશ્રી શ્રી આર.એસ.ચૌહાણનો સત્કાર સમારંભ યોજાયો

ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલની ગાંધીનગર વડી કચેરી ખાતે બદલી થતાં વિદાય સમારોહ અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા શ્રી રેસુંગ ચૌહાણે ભાવનગર ખાતે નાયબ માહિતી નિયામકશ્રી (ઈ.ચા)નો ચાર્જ સંભાળતા સત્કાર સમારંભ યોજાયો હતો.

આ વિદાય સમારોહમાં નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલે ભાવનગર ખાતે ૨ વર્ષ અને ૩ મહિના જેટલા ટૂંકા સમયગાળા દરમિયાન તેમણે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ વેળાએ અમદાવાદ પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામકશ્રી દિવ્યેશ વ્યાસ, ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિક્ષકશ્રી યુ.જે.બરાળ,માહિતી મદદનીશ શ્રી કૌશિક શીશાંગીયા, જુનિયર કલાર્ક શ્રી જયરાજસિંહ પરમાર તેમજ ફેલો શ્રી અશોકભાઇ મકવાણાએ શ્રી ચિંતન રાવલ સાથેની યાદગાર પળોને યાદ કરી તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. શ્રી ચિંતન રાવલ અને શ્રી રેસુંગ ચૌહાણને શુભેચ્છા પાઠવવાની સાથે ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશશ્રી કૌશિક શીશાંગીયાએ કર્યું હતું.

આ અવસરે કચેરીના અધિક્ષકશ્રી યુ.જે.બરાળ, સિનિયર સબ એડીટરશ્રી એસ.એન.મકવાણા, માહિતી મદદનીશશ્રી કૌશિક શીશાંગીયા, સહાયક અધિક્ષકશ્રી જે.કે. બાંભણીયાએ શ્રી ચિંતન રાવલને શાલ ઓઢાડી તથા શ્રી ફળ આપી શુભેચ્છા પાઠવી હતી.

વિદાય સમારોહમાં ભાવનગર જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ તેમજ બોટાદ કચેરીના શ્રી અમિતભાઇ મહેતા અને શ્રી વિજયભાઇ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 373

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *