વર્ષ ૨૦૧૭ ના ડિજિટલ ઈન્ડિયા ના અભિગમ ના કારણે સમગ્ર ગુજરાતમાં “કેશલેસ મેન” તરીકે જાણીતા બન્યા હતા
પ્રદેશ ભાજપ મીડિયા ટીમના સદસ્ય અને ડિબેટ પ્રવક્તા શ્રી શૈલેષ પરમાર નો આજે ૪૯ મો જન્મ દિવસ તેઓ સાદાઈ થી જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવશે. શૈલેષ પરમારે બી ઈ મિકેનિકલ એન્જિનિયર સાથે એલ એલ બી અને માસ્ટર ઓફ જર્નાલીઝમ સુધીનો અભ્યાસ કરેલ છે તેઓ નું વતન અમરેલી છે અને હાલ ગાંધીનગર ખાતે સ્થાઈ થયા છે તેઓનું રાજકીય જીવન સફર માં અમરેલી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિમાં ચેરમેન અને પ્રદેશ ભાજપ અનુજાતી મોરચામાં પ્રદેશ મંત્રી ની જવાબદારી સંભાળી હતી. તેમજ સહકારી ક્ષેત્રમાં શૈલહરી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી. માં પણ ચેરમેન તરીકે સેવા આપે છે જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ માં પણ લાંબા સમય થી કાર્ય કરે છે. પંચાયત ક્ષેત્રે કામગીરી ના કારણે ગ્રામીણ જીવન ના પ્રશ્નો માટે સતત કામ કરતા રહ્યા છે શ્રી શૈલેષભાઈ ટીવી ડીબેટ માં સરકારની બાબતને ખૂબ અભ્યાસ સાથે વાત રજુ કરવામાં સફળ રહ્યા છે.
જયારે વર્ષ ૨૦૧૭ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ એટલે કે રોકડ નાણાં નો ઉપીયોગ ના કરવાના અભિગમ ને સાર્થક કરવા શૈલેષ પરમારે પોતે વર્ષ ૨૦૧૭ માં પૂર્ણ કેશલેસ રહેવાનું નક્કી કર્યું ત્યાર થી તેઓ “કેશલેસ મેન” થી જાણીતા બન્યા હતા શ્રી શૈલેષ પરમાર ને મિત્ર વર્તુળ દ્રારા શુભેચ્છાઓ મળી રહી છે.