bhavnagar

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી સુનિલ, નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઇ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, આગેવાન શ્રી રાજીવ પંડયા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *