કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકાના મેવડા ગામના માજી સરપંચ અને દરજી સમાજ ના પૂર્વ પ્રમુખ તેમજ કોંગ્રેસ ના પીઢ આગેવાન સ્વ કોદરભાઈ કોહ્યાભાઈ નું 92 વર્ષે ટૂંકી માંદગી થી આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું હતું
જેમના અવસાન ના સમાચારો મળતા ગ્રામજનો માં શોકનુ વાતાવરણ ફેલાયું હતું મેવડા ગામના વિકાસ માટે તેમનો સિંહફાળો રહ્યો હતો તેમજ આસપાસના ગામમાં સ્કૂલ ની સુવિધાઓ નહતી ત્યારે તેમને એક સ્કૂલ ની સ્થાપના કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ના બાળકો ને શિક્ષણ મળે તેમાટે સ્કૂલ શરૂ કરી બાળકો ને શિક્ષણ ની સુવિધાઓ આપી હતી
સરપંચ તરીકે નિષ્પક્ષ સેવાઓ આપી હતી જેમની અંતિમયાત્રા મેવડા ગામમાં નીકળી હતી જેમાં ભાજપ કોંગ્રેસ તેમજ સહકારી આગેવાનો અને પાટીદાર સમાજ તેમજ બક્ષીપંચ સમાજ અને દલિત સમાજ સાહિત અનેક લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી