ભાવનગર જેસર તાલુકા નું પા ગામ એટલે ખરેખર સાવજો ની ભૂમિ કહેવાય છે. અને આ ગામમાં રાજપૂતો જ રહે છે અને એ પણ જેસાજી વેજાજી ના વંશજો છે.
અને બીજું જે વારસાગત આવેલ વીરતા ના ગુણ એ પણ ગામની જનતા માં ઉભરાઈ આવે છે એવાજ ઍક કુટુંબ પરિવાર નો યુવાન ગયા વર્ષે આસામ રાઇફલ્સ માં જોડાયા અને આજે ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા તો સમગ્ર જનતા યે હર્ષોઉલ્લાસ થી સ્વાગત કર્યું.
અને આ પરિવાર ના મોભી દિલુભા ખોડુભા અને તેમના ભાઈ પ્રભાતસિંહ ખોડુભા અને તેનાથી નાના બાપાલાલસિંહ ખોડુભા ના પુત્ર છે.. અને ખાસ વાત તો એ જણાવતા આનંદ થાય છે કે બાપાલાલસિંહ ખોડુભા ને ઍક પુત્ર અને ઍક દીકરીબા છે છતાં પુત્ર ના ધ્યેય અને સાહસ જોઈને તેમને રાજીખુશી ફૌઝ માં જોડાવવા ની પરવાનગી આપી ખરેખર આવા પરિવાર ના માતા અને પિતા ને ધન્ય છે અને ધન્ય છે વીર ભૂમિ ને જેમાં આવા વીર યોદ્ધા નો જન્મ થાય છે
સમગ્ર ગામ માં આ જવાન ના સ્વાગત થી ભાઈ બીજ નો પર્વ ખાસ બન્યો અને આ સ્વાગત કાર્યક્રમ માં વાજતે ગાજતે સ્વાગત કર્યું અને સમગ્ર ગામ ને ગામ ધુંવાડા બંધ રાખી ભોજન સમારંભ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અને આ જવાન જેમનું નામ રવિરાજસિંહ બાપાલાલસિંહ છે તેમના આગમન થી ભાઈ બીજ ના આ પાવન પર્વ કંઈક ખાસ જ બન્યો જેનું શબ્દો થી મૂલ્ય નથી આંકી શકાય એમ… ધન્ય છે એમના માતા-પિતા ને જેમને ઍક ના ઍક પુત્ર ને ફૌજી બનાવ્યો અને રાજપુત ધર્મ નિભાવ્યો.. આ પરિવાર ને હજારો વંદન આપીયે છતાં ઓછા પડે અને આ યુવાન આજના યુવાનો માટે પ્રેરણા રૂપ છે અને તેમના ગામમાં પા યુવા જ્ઞાન સારથી ગ્રુપ છે જેમાં બાળકો તૈયારી કરે છે અને ઘણા યુવાનો સરકારી નોકરી માં જોડાયા એમાંથી રવિરાજસિંહ પણ એક છે આ ગ્રુપ બાળકો અને યુવાનો ને એક અલગ રાહ બતાવી યોગ્ય દિશા આપી રહ્યું છે
રિપોટ મહેશ ગોધાણી ગારિયાધાર