Latest

માલપુર તાલુકાના લેઉવા પાટીદારો નું 28 મુ સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા,માલપુર લેઉઆ પટેલ સમાજ નો 28 મો સ્નેહ સંમેલન કાર્યક્રમ,લેઉઆ પટેલ સમાજ વાડી માલપુર ખાતે યોજાયો હતો,

આ સ્નેહ મીલન કાર્યક્રમમાં,સમાજના આગેવાનો માં સમારંભ અઘ્યક્ષ જે પી પટેલ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ  મુખ્ય મહેમાન પદે આર ડી પટેલ મહીસાગર જિલ્લા શાળા સંચાલક પ્રમુખ , ઉદઘાટક મગનલાલ પટેલ મુંબઈ પટેલ જવેલર્સ તેમજ અતિથિ વિશેષ મહેશભાઈ ડી પટેલ પૂર્વ ઉપ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા  તેમજ અરવલ્લી જિલ્લા ભાજપા મહામંત્રી હસમુખ પટેલ તથા માલપુર તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સંજય પટેલ માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજ વિકાસ મંડળ ના પ્રમુખ  વિનોદભાઈ આર પટેલ મંત્રી રજની પટેલ ખજાનચી યશવંત પટેલ સહિત માલપુર તાલુકાના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,

સ્નેહ સંમેલન માં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઈનામ વિતરણ તેમજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ,શિક્ષણક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સન્માનીયો ને સન્માનિત કરવામાં આવ્યા હતા

જેમાં તેજસ્વી તારલાઓ ને સન્માન પત્ર તેમજ ટ્રોફી આપી અંદાજીત સાઈઠ જેટલા નું સન્માન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ સન્માન માં ડોક્ટર એમ બી બી એસ દર્શન એમ પટેલ , એમ એસ ઓર્થો પટેલ હર્ષ પરેશ પટેલ ,બીએ એમ.એસ પટેલ નીલમ દિલિપ કુમાર પટેલ, પટેલ યશ ચેતન કુમાર તેમજ  બી એડ માં ગોલ્ડ મેડલ ગુજરાત માં પ્રથમ આવેલી નીલાશી પટેલ , યોગ પુસ્તક લેખક અને યોગ વિશેસક ભોગીભાઈ એમ પટેલ અને દૂધ વ્યવસાય માં એક કરોડ રૂપિયા નું દૂધ ભરનાર અલ્પેશ પટેલ સહિત અનેક મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટેની વિકાસ મંડળ ના કાર્યકર્તા ઓએ ખુબજ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *