Latest

આજે બેસતા વર્ષના દિવસે માતાજી સોનાના થાળમાં જમ્યા, અન્નકૂટ મહોત્સવ , બેસતા વર્ષના દિવસે ત્રણ આરતી થાય છે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.

હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે અને મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ છે.

આજે બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 12 વાગે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.અંબાજી મંદિરમાં નવા વર્ષના દિવસે માતાજીની ગાદી તરફથી અન્નકુટ ધરાવવામાં આવ્યો.

અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાતુ જોવા મળ્યુ હતુ.

માતાજીના ધરાવાય છે માતાજીને બેસતા વર્ષના દિવસે અન્નકૂટ જેમાં અલગ અલગ જાતની મીઠાઈઓ ધરાવવામાં આવી હતી,જેમાં 100 ઉપરાંતની વાનગીઓ હોય છે.અંબાજી મંદિરમાં સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .

સોનાના થાળનું વજન અંદાજે 10 કિલો જેટલું હોય છે.બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે.સવારે મંગળા આરતી, બપોરે અન્નકુટ આરતી અને સાંજે સાય આરતી થાય છે
:- તન્મય ઠાકર, ભટ્ટજી મહારાજ,અંબાજી મંદિર
અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *