અરવલ્લી જીલ્લાની ત્રણેય બેઠકો કબજે કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે :- માઈક્રો પ્લાનિંગ બુથ લેવલ પર જોવા મળી રહ્યું છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાની ત્રણેય વિધાન સભાની બેઠકો કબજે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે.ભાજપનો ભગવો લહેરાય તે માટે ભગીરથ પ્રયત્નો અને પ્રચારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોડાસામાં સભા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાનું સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યે ભિલોડા આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસમાં આયોજન કરાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભિલોડા તાલુકા મથક ખાતે સૌ-પ્રથમવાર આવશે,ચૂંટણી સભાને સંબોધશે,
અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા ભાજપના ઉમેદવાર પી સી બરંડા નિવૃત ડી એસ પી ના પ્રચારાર્થે જંગી રેલી જનસભા ને સંબોધન કરશે ત્યારે ભિલોડા- મેઘરજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ધ્વારા તાડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
અરવલ્લી જીલ્લામાં ભિલોડા, પી સી બરંડા મોડાસા, ભીખુસિંહ પરમાર બાયડ ભીખીબેન પરમાર ની ત્રણેય વિધાન સભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે.
ભાજપના ત્રણે ઉમેદવારોને સર્વશ્રેષ્ઠ આવકાર ઠેર – ઠેર મળી રહ્યો છે.
કાર્યક્રમ ને સફળ બનાવવા ભિલોડા વિધાનસભા સીટ ના ચૂંટણી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ભાટી ભિલોડા તાલુકા ભાજપના પ્રમુખ કાંતિભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ રાજુભાઇ નિનામા અને જિલ્લા સંઘઠન ના નેતા અને ભિલોડા ના પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ ભિલોડા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ સાબરડેરી ના ભિલોડા વિસ્તાર ના ડિરેકટર જેશીંગભાઈ પટેલ સહકારી આગેવાન મોહનપુર ના ભીખાભાઇ પટેલ
નાંદોજ જિલ્લા પંચાયતના સદસ્ય અને જૂના જાણીતા નિલાબેન મોડિયા , કૈવલ જોશીયારા ,બીપીનભાઈ પટેલ ,પ્રભુદાસ પટેલ પૂર્વ સંઘઠન મંત્રી ભિલોડા તેમજ ભિલોડા સરપંચ સહિત મેઘરજ તાલુકા સંઘઠન પ્રમુખ , તથા પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર ,અરવલ્લી જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ ભીખજી ડામોર, મહેશભાઈ ઉપાધ્યાય, મેઘરજ વિસ્તાર ના સાબરડેરી ના ડિરેકટર જ્યંતીભાઈ પટેલ સહિત ના અનેક કાર્યકર્તાઓ તેમજ જિલ્લા ભાજપ તાલુકા ભાજપ ના હોદ્દેદારો અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિંહ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ , મહામંત્રી હસમુખ પટેલ,સહિત ના તાલુકા અને જિલ્લા પંચાયતના ડેલીકેટો સહિત ના હોદ્દેદારો એ કાર્યકર ને સફળતા મળે અને ભાજપ ના ઉમેદવારો ને જંગી લીડ થી જીત અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે