Politics

અરવલ્લીના ભેરુંડા પોલિંગ બૂથ રંગોળી સહિત રંગબેરંગી સુશોભન સાથે મોડેલ મતદાનમથક તૈયાર કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

લોકશાહીના અવસરસમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના બીજા તબક્કાનું મતદાન ૫ તારીખે યોજવા જઈ રહ્યું છે. જેમાં ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ બનાવાયેલા નવીન પ્રકારના બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મોડાસા વિધાનસભા બેઠકના ભેરુન્દ્રા ગામ ખાતે તૈયાર મોડેલ મતદાન મથક ખાતે મંડપ બાંધીને મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ત્રી-પુરુષ માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો. મેડિકલ હેલ્થ માટે ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મતદારોને બી.પી. અને ડાયાબીટીસ સહિતના ચેકઅપ કરી આપવામાં આવ્યા હતા. સ્ત્રી-પુરુષના જુદાં-જુદાં ટોયલેટ તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સુશોભીત મતદાર સહાયતા કેન્દ્ર દ્વારા મહત્તમ પ્રમાણમાં મતદારો મતદાન કરે, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

મતદાન મથકને વિવિધ રંગોથી સજાવવામાં આવ્યું હતું. તેમજ મતદાન મથક ઉપર ચૂંટણી અને લોકશાહી પ્રત્યે લોકોની રૂચિ વધે અને લોકોમાં ઉત્સાહપૂર્વક મતદાનમાં રસ લેતા થાય તેવા પોસ્ટર અને બેનર લગાડવામાં આવ્યા હતા. આમ, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *