કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂર્વ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ને જંગી બહુમતી થી મતદાન કરાવી જીતડવા માટે મેઘરજ ના જલારામ મંદિર ખાતે અમુલ ફેડરેશનના ચેરમેન અને સાબરડેરી ના ચેરમેન શામલભાઈ બી પટેલના અધ્યક્ષતામાં
સાબરડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન ડિરેકટર મેઘરજ તાલુકા વિસ્તારના જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ , દ્વારા આયોજિત મેઘરજ તાલુકા ની 150 થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના ચેરમેનો,સેક્રેટરીઓ, કારોબારી ના સભ્યો એક હજાર થી વધું સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જનસભા માં મેઘરજ તાલુકાના સહકારી આગેવાનો નવલસિંહ બીહોલા, પૂર્વ શિક્ષણમંત્રી હીરાજી વાલાજી ડામોર , અરવલ્લી જિલ્લાના ભાજપ ના મહામંત્રી ભીખાજી ઠાકોર, ચૌધરી સમાજ ના પ્રમુખ કચરુભાઈ , કનુભાઈ મનાત.કિરણભાઈ પટેલ. મણિલાલ પાંડોર
ભૂપતસિંહ ચૌહાણ તેમજ ભિલોડા-મેઘરજ વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પી સી બરંડા શ્રીફળ સાલ અને પુષ્પમાળા થી સ્વાગત કરી ઉપસ્થિત દૂધ મંડળીઓ ના હોદ્દેદારો ગામે ગામમાં દૂધ ભરાવતા સભાસદો એ બહુમતી થી ભાજપ તરફી મતદાન કરી અને ભાજપ નો પ્રચારમાં જોડાઈ લોકશાહી પર્વ ની ઊજવણી માં હર્ષો ઉલ્લાસભેર ભાગ લેવા નો સંકલ્પ કર્યો હતો
વધુ માં સાબરડેરી દ્વારા આદિવાસી સમાજ તેમજ બક્ષીપંચ સમાજ અને દલિત સમાજમાં સર્વાંગી વિકાસ કરી દૂધ ઉત્પાદન ક્ષેત્રે વધુ વિકાસ કરવા માટે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ નો વધુમાં વધુ લાભ સાબરડેરી દ્વારા આપવામાં આવી હતી તેમજ સાબરડેરી દ્વારા આ વર્ષે પશુપાલકો ને દૂધ વધારા ની ભાવફેર પણ આપ્યો હતો તે વાત યાદ કરાવી હતી જેથી ઉપસ્થિત પશુપાલકો એ આનંદ વ્યક્ત કર્યો
અને ભાજપ તરફી અરવલ્લી જિલ્લામાં ભાજપના ત્રણે ત્રણ બેઠકો ના ઉમેદવારો ને જીતાડવા એડીચોટીનું જોર લગાવી દરેક મતદારો ને ભાજપ તરફી મતદાન કરી કરાવવા માટે ની અપીલ કરી હતી ત્યારે સભા માં ઉપસ્થિત દૂધ ઉત્પાદકો તેમજ દૂધ મંડળી ઓના ચેરમેનો -સેક્રેટરીઓ એ ફેડરેશનના ચેરમેન અને સાબરડેરી ના ડિરેકટેરો ની અપીલ ને વધાવી લીધી અને ભાજપના ઉમેદવારો ને જીતાડવા ની હૈયાધારણ આપી હતી
આ સમગ્ર આયોજન મેઘરજ વિસ્તારના સાબરડેરી ના ડિરેકટર જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જ્યંતીભાઈ પટેલ ના કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને તેનો જશ જયતિભાઈ પટેલ ના જાય છે