Politics

દાંતા ખાતે અલ્પેશ ઠાકોર ની જાહેર સભા યોજાઈ

 

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી દાંતા તાલુકામાં આવે છે અને હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોઈ દાંતા તાલુકામાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હોઈ મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરે તે માટે ચૂંટણી પંચ અપીલ કરી રહ્યું છે

ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા વોટિંગ ના દિવસે મતદારો તેમના ઉમેદવારને મત આપે તે માટે સભા યોજીને પોતાના પાર્ટીના ઉમેદવાર જીતે તે માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે આજે દાંતા તાલુકાના વડુમથક દાંતા ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર દ્વારા જાહેર સભામા હાજરી આપી હતી.

અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. દાંતા સર ભવાની હાઈસ્કૂલના મેદાનમાં અલ્પેશ ઠાકોર દ્વારા જાહેર સભા યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા.દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ છે ત્યારે આ વખતે કમળ ખીલે છે કે પંજો ફરીથી આવે છે તે આઠ ડિસેમ્બરના રોજ ખબર પડશે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *