રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ ગુજરાત સાંકેતિક બંધ ના એલાન સુરત શહેર ના અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેર ની પ્રજાનો અદભુત ટેકો મળ્યો હતો
આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સુરત શહેર ના અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેર ના બધા દુકાનદારોને કોંગ્રેસ પક્ષના આ બંધ સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી..અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશન માં આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી..
જેમાં વરિયાવી બજાર અને કતારગામ દરવાજા ખાતેથી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી કદિરભાઈ પીરઝાદા,અયુબ પટેલ, મુસ્તાક કનુગા, સલીમ પઠાણ, મરૂફ પટેલ,મજીદ પટેલ, તથા સુરત કાપડ માર્કેટમાં અસ્લમ સાઇકલવલા,લાલ ખાન પઠાણ,અસદ કલ્યાણી,સુરત હીરાબજાર ખાતે થી મહિલા કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન પટેલ,અરુણા દવરા,ગીતા સોસા,દક્ષાબેન ભૂવા,ઉધના વિસ્તારમાં હરિસ સુર્યવંશી,સુનાલ સેખ, આશિષ રાય,દીપક મેકવાને,બમરોલી વિસ્તારમાં પ્રિન્સ પાંડે, દયારામ તિવારી, ઉન્ન વિસ્તારમાં ભદ્રેશ પરમાર, લક્ષ્મી કાંત પટેલ,જયેશ દેસાઇ,રોશન શેખ્ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે બાબતમાં ઉધના ત્રણ રસ્તા ખાતે 164 ઉધના વિધાનસભાના કાર્યકર્તા તથા આગેવાનોએ મળીને દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા
તે બંધના એલાનમાં હરેશભાઈ સૂર્યવંશી વોર્ડ નંબર 23 ના પ્રમુખ હરેશ પરમાર સોનલ શેખ વોર્ડ નંબર 28 ના પ્રમુખ સુરેશ સોનવણે ધનસુખભાઈ રાજપુત પ લ્કેશભાઇ પટેલ શશીભાઈ દુબે જયેશભાઈ મહારાજ અવધેશ સિંહ રાજપુત રોશન મિશ્રા તથા 164 વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કર્યા બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી