Politics

ઉમરાળા ખાતે કૉંગ્રેસ ઉમેદવારનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

 

ઉમરાળા ખાતે કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડા ના વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવનગર અને બોટાદ જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે રાજસ્થાન સરકારના ઊર્જા મંત્રી ભવરસિંહ ભાટી,ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર,મેહુરભાઈ લવતુકા, ઝવેરભાઈ ભાલીયા,કરશનભાઈ વેગડ,ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડા અને મેહુરભાઈ લવતુકા દ્વારા ગામઠી ભાષામાં આક્રમક મૂડમાં મોંઘવારી, બેરોજગારી,ખેડૂતો,વંચિતો સહિતના પ્રશ્ને ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા હતા અને કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડાને જંગી લીડ સાથે વિજય બનાવવા હાકલ કરવામાં આવી હતી અને કાર્યકરોને આજેજ કામે લાગી જવા સૂચન કરાયુ હતું

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *