bhavnagarBreaking NewsEducationGujaratSports

વિશ્વ મહિલા દિવસે ભાવનગરની દિવ્યાંગ મહિલાએ કૌવત બતાવ્યું.જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

વિશ્વ મહિલા ડોવશે ભાવનગરની દિવ્યાંગ મહિલા સંગીતાબેન સુતરીયા એ 100 મીટર ટ્રાયલ્સીકલ રેસ,વિલચેર રેસ અને સીટીંગ વોલીબોલ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભાવનગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સીદસરના સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ભાવનગર શહેરની અલગ અલગ વય જૂથમાં અને રમતોમાં ૪૫૦ થી પણ વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જેમાં સંગીતાબેન સુતરીયા કે જેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ પ્લેયર છે આ વખતે 100 મીટર ટ્રાયલ્સીકલ રેસ,વિલચેર રેસ અને પ્રથમ વખત યોજાયેલ સીટીંગ વોલીબોલમાં ભાવનગર જિલ્લામાં ત્રણેય ઈવેન્ટ મા ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ભાવનગર જિલ્લાનું નામ રોશન કરેલ છે હવે તેઓ રાજ્ય લેવલની સ્પેશિયલ ખેલ મહાકુંભ ઇવેન્ટમાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં પણ ગોલ્ડ મેડલ જીતે તેવી દિવ્યાંગ ખેલાડીઓ સંગીતાબેન સુતરીયાને વિશેષ શુભકામનાઓ આપી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

1 of 369

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *