Latest

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં ”આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમની ઉજવણી કરાઈ

જામનગર સંજીવ રાજપૂત: જામનગરમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના ત્યાગ, બલિદાન અને તેમના સન્માનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ”ઈન્વેસ્ટ ઈન વુમન- એક્સલરેટ પ્રોગ્રેસ” આ થીમ આધારિત સમગ્ર કાર્યક્રમનું ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુંં હતુંં કે, ”વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં મહિલાઓએ તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણીના ભાગરુપે જામનગર જિલ્લામાંં વિવિધ ક્ષેત્રમાંં સિદ્ધિ પ્રાપ્ત કરેલી બહેનોનુંં સન્માન થાય,

તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અનેકવિધ યોજનાઓ લાગુ પાડવામાંં આવી છે. આજના સમયમાંં મહિલાઓએ દરેક ક્ષેત્રમાંં અલગ ચીલો ચાતર્યો છે. સમાજ વ્યવસ્થામાંં પુરુષો અને મહિલાઓનુંં સમાન મહત્વ રહેલુંં છે.”

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યુંં હતુંં કે, ”વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહિલાઓના વિકાસ માટેના દુરંદેશી વિચારો વંદનીય છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે વિશેષ બજેટ બનાવવામાં આવ્યું છે. આજના સમયમાં મહિલાઓને 33% જેટલી અનામત આપવામાં આવી છે. સખી મંડળો, રિવોલવિંગ ફંડ, સરસ મેળા, નારી વંદન બિલ, શ્રી લક્ષ્મી યોજના,

હર ઘર શૌચાલય અને આવી અનેકવિધ યોજનાઓના પગલે મહિલાઓ સતત પ્રગતિના શિખરો સર કરી રહી છે. મહિલાઓ પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં સતત આગળ વધી રહી છે.”

કાર્યક્રમમાંં મહિલા સહાયતા કેન્દ્ર, એંટી સાયબર ક્રાઈમ, આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નશામુક્ત ભારત અભિયાન, ડિસ્ટ્રીક્ટ લીડ બેંક વગેરે વિભાગ અને વિવિધ સહાયની જાણકારી આપતા સ્ટોલ્સના પ્રદર્શનનુંં આયોજન કરાયુંં હતુંં. જિલ્લા કલેકટર બી.કે.પંડયાએ સર્વે નગરવાસીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

મંચસ્થ મહેમાનોના હસ્તે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મહિલા હેલ્પલાઈન બોર્ડ, ગુડ્ડા ગુડ્ડી બોર્ડ વિતરણ, શ્રેષ્ઠ બાલિકા ગ્રામ પંચાયત, યુવા ઉત્સવ, ખેલો ઈન્ડિયા અને ખેલ મહાકુંભમાં વિજેતા દીકરીઓ, મહિલા પોલીસ દળ અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મહિલાઓનુંં સન્માન કરવામાંં આવ્યુંં હતુંં. ઉપસ્થિત સર્વે દ્વારા નારીશક્તિ શપથ ગ્રહણ કરવામાંં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. મહેમાનોને પુષ્પોના રોપા આપીને તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. તેમજ મહિલાઓના કાયદા અંગે વિશેષ સમજૂતી આપતી ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરાયું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. જે. ડી.ગોહિલે ઉપસ્થિત સર્વેનુંં શાબ્દિક સ્વાગત કર્યુંં હતું. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં વિજેતા બનેલી વિધાર્થિનીઓ દ્વારા કુચીપુડી નૃત્ય અને ગરબાની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણીએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનુંં સંચાલન હરિદેવ ગઢવીએ કર્યુંં હતુંં.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદડીયા, કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા, જિલ્લા સહ રક્ષણ અધિકારી સોનલબેન વરણાગર, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બીનલ સુથાર, મદદનીશ રોજગાર નિયામક સરોજ સાંડપા, વિવિધ વિભાગોના અધિકારીગણ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *