Sports

મધ્યપ્રદેશ સામેની નેટ બોલની લીગ મેચમાં ગુજરાત જીતતાં ઉત્સાહનો માહોલ

જીત થતાં ગુજરાતના કોચ અને ખેલાડીઓ ગરબાના તાલે ઝૂંમ્યા

સ્પોર્ટસના મેદાનમાં પણ નવરાત્રીનો માહોલ છવાયો

૩૬ મી નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરના સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ રમતો રમાવાની છે. તેમાં અત્યારે નેટબોલની ગેમ ચાલી રહી છે. આજે બપોરે ગુજરાતે નેટબોલની મેન્સની ગેમ મધ્યપ્રદેશ સામેની મેચ જીતી લેતાં ખેલાડીઓ મોજમાં આવી ગયાં હતાં.

જીતની ઉજવણીના માહોલ વચ્ચે ગુજરાતના કોચ અને ખેલાડીઓ તથા મહિલા ખેલાડીઓએ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ગરબાના તાલે જીતની ઉજવણી કરી હતી.

આજે નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે ખેલાડીઓને નવરાત્રી માણવાનો મોકો નથી મળતો તો આ ખેલાડીઓ ગુજરાતના આંગણે આ રીતે તેમના મનના ઓરતાંને ગરબા સંગ પૂરા કરી રહ્યાં છે.

આ રીતે એક બાજુ રમત-ગમતનો માહોલ છવાયો છે તો ખેલાડીઓ તેમનું મેદાન પર કૌવત બતાવવાં સાથે ભક્તિ-શક્તિના આ તહેવારને પણ મન ભરીને માણી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડીને શાનદાર રમત બદલ પુરસ્કાર આપી કરાયું સન્માન

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ…

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

વિરમગામ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *