Sports

નેશનલ પ્લેયર્સને જોઈને રમવાની ખૂબ જ પ્રેરણા મળી : સ્વયં અંધારીયા

ભાવનગરમાં ૩૬ માં નેશનલ ગેમ્સ નો સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નેટબોલ ટુર્નામેન્ટ જોવા આવેલા શાળાના વિદ્યાર્થી શ્રી સ્વયં અંધારીયાએ જણાવ્યું કે, નેશનલ પ્લેયરને જોઈને ખૂબ જ પ્રેરણા મળી હતી.

હેન્ડબોલની રમતો શોખ ધરાવતા અને હેન્ડબોલ રમતના પ્લેયરશ્રી સ્વયં ગૌરાંગભાઈ અંધારીયાએ જણાવ્યું હતું કે ભાવનગરના આંગણે ૩૬મી નેશનલ ગેમ્સ રમાઈ રહી છે ત્યારે હું હેન્ડબોલ નો પ્લેયર છું છતાં નેટબોલ જોવા આવ્યો છું કારણ કે અહીંનાં નેશનલ પ્લેયરને જોઈને ખૂબ જ પ્રેરણા મળી રહી છે અહીં જોવા આવેલા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જણાઈ રહ્યો છે. તેમજ નેશનલ કક્ષાની મેચ હોઈ તેવો માહોલ છે.

સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નેટ બોલના નેશનલ પ્લેયરસને સપોર્ટ કરવા શાળામાંથી અમે આવ્યા છીએ ત્યારે ભવિષ્યમાં નેશનલ લેવલના પ્લેયર બનાવવા માટેની પ્રેરણા મળી રહી છે આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકોમાં અનેરો ઉત્સાહ જોઈને ખૂબ જ મજા આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *