વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાત ડૉજબૉલ અસોસિયેશનના જનરલ સેક્રેટરી પલક સોનદરવાના માર્ગદર્શન અને ધ ઇન્ડિયન ફેડરેશન સહયોગથી યોજાનાર ત્રીજી વરિષ્ઠ રાષ્ટ્રીય ડૉજબૉલ ચેમ્પિયનશિપ માટે ગુજરાત ટીમની તૈયારીઓના ભાગરૂપે, રાજ્ય સ્તરના પસંદગી પામેલા ખેલાડીઓ માટે પૂર્વ રાષ્ટ્રીય તાલીમ કેમ્પનું આયોજન 23 અને 24 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી, વડોદરા ખાતે કરવામાં આવ્યુ જેમાં ડૉ.ભરત ડાંગર પૂર્વ મેયર, વડોદરા અને બીજેપી સ્પીકર ગુજરાત તથા માનનીય ધર્મેન્દ્ર સિંહ ચાવડા ACP, વડોદરા તથા શ્રીમતી ભૂમિકા વર્મા, આચાર્ય, ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી વડોદરા એ પણ હાજરી આપી હતી.
તા.25 એપ્રિલ થી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાયેલ ત્રીજી સિનિયર રાષ્ટ્રીય ડૉજબૉલ ચેમ્પિયનશિપ, મેગલુર, કર્ણાટકમાં ગુજરાત ટીમે પુરુષ, મહિલા અને મિક્ષ કેટેગરીમાં ભાગ લીધો જેમાં ગુજરાત મિક્ષ ટીમ દ્વારા સિલ્વર મેડલ જીત્યો.
આ ચેમ્પિયનશિપ માં ગુજરાત પુરુષ કેટેગરીનાં એક ખેલાડી નિલેશ પરમારનું ભારતની પુરુષ ટીમ માં પસંદગી પામેલ અને આંતરરાષ્ટ્રીય ડોઝબોલ ચેમ્પિયનશિપ માં ભારત ટીમે સિલ્વર મેડલ જીત્યો અને ભારત દેશનું નામ રોશન કર્યું ગુજરાતના આ યશસ્વી ખેલાડીનું પ્રદર્શન સમગ્ર રાજ્ય અને દેશ માટે ગર્વનો વિષય છે.