
“અંગદાન મહાદાન”ના સૂત્રને સાર્થક કરવાનો સૌનો સંકલ્પ: અંગોના જરૂરિયાતમંદોને નવજીવન આપવા અવશ્ય અંગદાન કરવા સૌને જાગૃત કરાયા
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહના આ પાવન પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વિશેષ ઉપસ્થિત રહીને ભગવાનના વિવાહમાં પધારેલા ૧૦,૦૦૦ થી વધુ મહેમાનો, શ્રદ્ધાળુઓ અને સાજનમાજનને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ અંગદાન જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.

જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના નેજા હેઠળ અહીં ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો સમન્વય સાથે ઉપસ્થિત સૌ કોઈએ “અંગદાન મહાદાન”ના સૂત્રને સાર્થક કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો અને જરૂરિયાતમંદોને નવજીવન આપવા અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા.

મહોત્સવના મુખ્ય આયોજક શ્રી શંભુભાઈ વેલજીભાઈ સવાણી તેમજ સમસ્ત સવાણી પરિવારના યજમાનપદે આયોજિત તુલસી વિવાહના માંગલિક અવસરે પધારેલા તમામ મહેમાનો અને ભક્તજનોને અંગદાનના મહત્વ વિશે માહિતગાર જાગૃત કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત
















