Breaking NewsLatest

ગઢડા ખાતે બી.એ.પી.એસ. મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રધ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં.


ગઢડા ખાતે નિર્મિત શ્રી લીંબતરૂં યાત્રિક ભવનનાં લોકાર્પણ માટે પધારેલા મુખ્યમંત્રીશ્રીએ ગઢડા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. સ્વામીશ્રી બ્રમ્હવિહારી સ્વામી તથા સંતગણે મુખ્યમંત્રીશ્રીનું મંદિર પટાંગણમાં ઉષ્માભેર આવકાર્યાં હતાં.


આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે પૂર્વ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી ભીખુભા વાધેલા, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા તથા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ પણ જોડાયાં હતાં.

રિપોર્ટ અભયરાજસિંહ વાળા બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *