શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આ ગામમાં વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. અંબાજી માં સૌથી જૂની અને સરકારી પ્રાથમિક શાળા મંદિર પાછળ આવેલી છે આ શાળામાં વિવિધ શિક્ષકો ફરજ બજાવે છે 23 ઓક્ટોબરના રોજ અંબાજી એક પ્રાથમિક શાળામાં સંગીત સારથી શ્રીમાન ભરતભાઈ સોની સાહેબ વય નિવૃત થતાં તેમના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત શુભેચ્છકો હાજર રહી તેમને શુભકામના પાઠવી હતી.
23 ઓક્ટોમ્બર ના રોજ અંબાજી 1 પ્રાથમિક શાળામાં સંગીત સારથી શ્રીમાન ભરતભાઈ સોની સાહેબ વય નિવૃત્ત થતાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાહેબ શ્રીએ “પક્ષી બચાવો પર્યાવરણ બચાવો” ના ભાગ રૂપે અને પોતાની યાદગીરીરૂપે શાળા ને ચબુતરો ( અંદાજિત કિંમત 17000 રૂપિયા )ભેટ આપ્યો. શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી તરફથી શ્રીમાન ભરતભાઈ સોની સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી ધામમાં સૌથી જૂના અને અનુભવી ભરતભાઈ સોની સાહેબ સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને દરેકને માન-સન્માન આપનારા શિક્ષકો પૈકીના એક હતા તેમને અંબાજી અને દાંતા તાલુકામાં પોતાની આગવી સૂઝથી તાલુકામાં ખૂબ મોટું નામ કર્યું હતું. તેમના દ્વારા ગવાયેલું ગીત હસી લે જિંદગી તુ આ ફૂલોની સુગંધ લઇને તું પછી મળીયે ના મળીયે, ખૂબ લોકપ્રિય થયું હતું તેમને અંબાજી અને દાંતા તાલુકામાં ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ નું ઉત્તમ મહત્વ સમજાવ્યું હતું. પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય વિપુલભાઈ ગામી સહીત તેમને માન સાથે વિદાય આપી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી