અરવલ્લી
નગરપાલીકા મોડાસા અને બેંક ઓફ બરોડા દ્વારા આજ રોજ 30 શેરી ફેરિયાઓને લોન આપવામાં આવી જેમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી જલ્પાબેન સાહેબ,જિલ્લા લીડ બેંક સેલ ના લીડ બેંક મેનેજરશ્રીહિતેશભાઈ સેગલ,બેંક ઓફ બરોડાના મેનેજરશ્રી અભિષેક કમલ તથા નગરપાલિકાના મિશન મેનેજર કિશન ભાઈ સોની આ લોન કેમ્પમાં હાજર રહી ફેરિયાઓને લોનની ચુકવણી કરવામાં આવી..
વધુમાં આજ રોજ ડીજીટલ ટ્રાનજેકશન નું પ્રોત્સાહન મળી રહે તે માટે ફોન પે ના ક્યુઆર કોડ આપવામાં આવ્યા અને ફોન પે તરફથી હિમાંશુભાઈ ચૌધરી હાજર હતા..